Eklo Jane re (એકલો જાને રે)

Author(s): Manubahen Gandhi
Book Weight: 300.00 (Gram)
Category: Essays , Philosophy
ISBN(13): 9788172299262
Price:

About The Book

ગાંધીજીના જીવનના અંતભાગમાં હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ચાલતા આવેલા વિરોધનો ભયંકર પરચો બંગાળમાં અને તેના પૂર્વ ખૂણામાં મળ્યો હતો. એ વિરોધમાંથી પેદા થયેલી કારમી પરિસ્થિતિનો ઉકેલ લાવવાને અહિંસક ઇલાજ અજમાવવાનું ગાંધીજીએ બીડું ઝડપ્યું. અહિંસાની કાર્યપદ્ધતિના ભાવિ વિકાસની દૃષ્ટિથી આ પ્રયોગનું મૂલ્ય બહુ મોટું છે. એ પ્રયોગની રોજેરોજની નોંધ ભાવિ પેઢીઓને માટે જળવાય એ વાતને ખુદ ગાંધીજીએ પણ મહત્ત્વની ગણી હતી. અને તેથી તેમણે શ્રી મનુબહેન ગાંધી પાસે નોઆખલી અને બીજાં સ્થળોની પોતાની દિનચર્યાની રોજનીશી રખાવી હતી. આ પુસ્તકમાં નોઆખલીની તેમની પગપાળી યાત્રાનો હેવાલ શ્રી મનુબહેનની રોજનીશીના રૂપમાં સંઘરાયેલો છે. આ રોજનીશીમાં ગાંધીજીની દિનચર્યા, માણસો સાથે કામ લેવાની તેમની રીત, અને સૌથી વિશેષ તો પોતાને જરૂરી માણસોને કેળવવાની તેમની પદ્ધતિ—એવાં અનેક રોચક અંગો છે. પણ જીવનના અંત ભાગે પોતે સ્વીકારેલા મિશનને સફળ કરવાને તેમણે જે પ્રયોગ એકલે હાથે માથે લીધો હતો તેની વિગતો સૌથી મહત્ત્વની છે. અહિંસાની કાર્યપદ્ધતિને સફળ કરવાને પ્રયોગો કરવાની ઇચ્છા રાખવાવાળાં સૌ કોઈ આ વિગતો આટલી કાળજીથી અને આટલી ચીવટથી સંઘરનાર મનુબહેન ગાંધીનાં હંમેશનાં ઋણી રહેશે. [પ્રસ્તાવનામાંથી] મોરારજી દેસાઈ