Jawaharlal Nehru-Gandhijini Drashtie (જવાહરલાલ નહેરૂ - ગાંધીજીની દ્રષ્ટિએ)

Book Weight: 100.00 (Gram)
ISBN(13): 9788172293987
Price:

About The Book

આપની સ્વતંત્રતાની લડતનાં વર્ષોમાં પંડિત જવાહરલાલ સમગ્ર હિંદનાં યુવકોનાં હ્રદયસમ્રાટ હતા. યુવકોએ સૌથી વધુ પ્રેમ તેમના પ્રત્યે વરસાવ્યો હતો. ગાંધીજીનું પણ દિલ તેમણે જીતી લીધું હતું. એવા મહાન નેતાને ગાંધીજીએ પોતાના વારસ કહ્યા હતા. તેની કેટલાકને મૂંઝવણ પણ છે. ગાંધીજીએ સરદાર કે રાજાજીને પોતાના વારસ ન કહ્યા અને જવાહરલાલજીને. કેમ વારસ કહ્યા? તેની ભૂમિકા સમજવા ગાંધીજીનાં આ લખાણો ઉપયોગી થશે.

જવાહરલાલજી ગાંધીજીનાં સમાગમમાં આવ્યા ત્યારથી પોતાના લખાણો કે ભાષણોમાં ગાંધીજીનો જવાહરલાલજી પ્રત્યેનો પ્રેમ, તેમનું મૂલ્યાંકન, તેમનો ત્યાગ, ખાદીપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા અને ભક્તિ, તેમની વચ્ચે વિચારોની સમતા અને વિષમતા-બધું જોવાનું મળે છે. મોટા ઉદ્યોગો અને પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો પક્ષપાત અને ગાંધીજીનો તે પ્રત્યેનો અણગમો - એ પણ આ લખાણોમાં જોવા મળશે.