Nishargopchar Dawara Rogmukti (નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ)
About The Book
માનવીના શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય આહાર, હવા, પાણી અને પ્રકાશનું છે. દરેક રોગનું મૂળ અનિયમિત વિશુદ્ધ આહાર અને આદત જ છે ને દરેક રોગમાંથી મુક્ત થવાની દવા પણ આહાર અને આદત છે. હવા, પાણી, માટી, ગરમી, શ્રમ, પ્રકાશ, ઉપવાસ, પથ્ય આહાર, પ્રાર્થના, સત્સંગ, વ્યાયામ અને આરામ. જો આ કુદરત દ્વારા મળેલ ચીજોનો ઉપયોગ કરે તો શરીર કાયમ માટે સ્વસ્થ રહે છે. દાક્તર કે વૈદ્યની મદદ વિના પણ માણસ પોતાની મેળે આ પદ્ધતિને અપનાવી શકે અને તેનો લાભ લઈ શકે એટલી આ સરળ પદ્ધતિ છે. એમાં ઝાઝું ખર્ચ નથી, અને મોટાં ખર્ચાળ સાધનોની પણ જરૂર પડતી નથી. સામાન્ય માનવીને માટે નિસર્ગોપચારની પદ્ધતિ આશીર્વાદ સમાન પુરવાર થઈ ચૂકી છે. પતંજલિ યોગના સાધક, કર્મનિષ્ઠ ગાંધીજન વી. પી. ગિદવાણીજી વર્ષો સુધી સાબરમતી આશ્રમ ટ્રસ્ટના સહયોગથી નિસર્ગોપચાર ચિકિત્સા દ્વારા લોકોને પ્રયોગો દ્વારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપતા હતા. તેઓએ પોતાના સ્વાનુભવોનું આ પુસ્તક ૧૯૮૨માં લખેલું. આ પુસ્તકમાં વર્ણવેલ કુદરતી ઉપચારને લગતી માહિતી ઇત્યાદિ નિસર્ગોપચારના નિષ્ણાત સંશોધકોના અનુભવોના આધારે તારવેલ છે. એવા ઉપચાર લેખકે પોતે પણ અનેક દરદીઓ પર અજમાવી સફળતા મેળવી છે. આ પુસ્તક દ્વારા આપણે વ્યક્તિ અને સમાજને સ્વસ્થ બનાવી શકીશું, અને લોકજાગૃતિ પેદા કરી શકીશું તેવી શ્રદ્ધા છે.