Parikrama (પરિક્રમા)
About The Book
ઓગણીસમી સદીના મધ્યાહ્ને હિન્દુસ્તાન સંઘર્ષોનાં વમળમાં અટવાયું હતું. ૧૮૫૭ના બળવાની એ લીલાભૂમિમાં આકાર લેતી આ નવલકથા પછીના દાયકાઓમાં સાગરપારના મુલકોમાં રોમાંચકારી ઘટનાઓમાં ગૂંથાતી આવે છે, અને છેવટે ૧૯૮૦ના દાયકાના ભારતમાં વિરમે છે. આજની ભાષામાં ‘ડાયસ્પોરિક’ કહેવાય એવી એક નિરાળી દેશાવર-કથા આ પાનાંઓ પર આકાર લે છે. અગાઉ જિપ્સીની ડાયરી નામે સૈનિક-જીવનની અનોખી આપકથા અને પોતાનાં માતા વિમલાબાઈની મરાઠી આત્મકથાનો અનુવાદ બાઈ આપનાર એક કુશળ લેખકનું આ નવું પુસ્તક છે.