Punaragaman (પુનરાગમન)
About The Book
ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો. ભાષા, વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં. માત્ર ઊર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે અને તે તમારી સન્મુખ હાજર છે. સરળ કાફિયા, રદીફ અને વજનનો મેં શરૂઆતથી જ આગ્રહ રાખેલો છે. એ જ પ્રમાણે ગઝલ જેનો ભાર ઊંચકી શકે એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મેં હંમેશાં જરૂરી માન્યું છે. મારા આ ગઝલસંગ્રહની કૃતિઓ મારા ઉપરોક્ત કથનને સાર્થક કરે છે. ગુજરાતે મારી ગઝલોને હાર્દિક આવકાર આપેલો છે અેને હું મારું સૌભાગ્ય સમજું છું. મારા અંગત જીવનને મારા ચાહકોએ એમની ચાહનામાં વચ્ચે આવવા નથી દીધું એ એમની ખેલદિલી છે અને હવે જ્યારે મારું અંગત જીવન અને જાહેર જીવન સમાન કક્ષા પર વહન કરે છે ત્યારે મારા અંતરની અભિલાષા એ જ છે કે મારી ગઝલોનું વાચન તેઓ એ જ દૃષ્ટિએ કરે.