Sardar na Sanidhayma (સરદારના સાંનિધ્યમાં)

Book Weight: 150.00 (Gram)
ISBN(13): 9788172298937
Price:

About The Book

આ પુસ્તક એ સરદારશ્રીનું જીવનચરિત્ર કે એમની જીવનકથા નથી. આ તો એક પત્રકાર તરીકે સને ૧૯૩૬થી ૧૯૫૦ સુધી આ મહાપુરુષના સંપર્કમાં આવવાનું જે સદ્ભાગ્ય લેખકને સાંપડ્યું, ગુજરાતની ધરતી પર, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં શહેરો અને ગામડાંઓમાં સ્વ. સરદારશ્રી સાથે પ્રવાસ કરતાં એમની સાથેનાં સંસ્મરણો, પ્રવચનો અને કાર્યની જે કંઈ આછીપાતળી નોંધ અને યાદ એમની પાસે હતી એ જનતા સમક્ષ પુસ્તક રૂપે પ્રગટ કરવાનો વિચાર સ્ફુર્યો. સરદારશ્રી શું હતા અને એમની પાસે શું શક્તિ હતી એનો ખ્યાલ આપવાનો જ આ નમ્ર પ્રયાસ છે. કેટલાક મહત્ત્વના પ્રસંગે સરદાર પટેલની ઝિલાયેલી છબિને આ પુસ્તક ઉજાગર કરે છે. ઉપરાંત, એક પત્રકારની કલમે સરદાર પટેલની રોજબરોજની પ્રવૃત્તિના પ્રાથમિક અહેવાલનો દસ્તાવેજ પણ છે. આશા છે કે પુસ્તકના આલેખનને વાચકો આવકારશે.