Shreyathini Sadhana (શ્રેયાર્થીની સાધના)
About The Book
મરહૂમ કિશોરલાલભાઈ મરનારાંની પાછળ તેમનાં સ્મારકો, જીવનચરિત્રો વગેરે કરવાની વિરુદ્ધ હતા. મરણ પૂર્વે થોડાં વર્ષ અગાઉ ‘મરણવિધિ’ નામના એમના એક લેખે જબ્બર પ્રસિદ્ધિ મેળવેલી. પણ એમના અવસાન પછી આ જીવનચરિત્ર લખાવા અંગેની ચર્ચામાં એક શ્રદ્ધેય મુરબ્બીની દલીલે ચુસ્ત વલણવાળા મિત્રોને નિરુત્તર કર્યા: ‘પોતાના દેશકાળ અને સમકાલીન સમાજને પોતાના પ્રખર વિચારબળ, અવિરત કર્મયોગ અને નિર્મળ ચારિત્ર્યગુણોથી પ્રભાવિત કરનાર વ્યક્તિઓ અને વિભૂતિઓનાં જીવનચરિત્રો ન લખવાં તો શું વ્યસની, દુરાચારી, સટોડિયા, કાળાબજારિયા કે સિનેમા સ્ટારનાં જ ચરિત્રો લખીલખાવીને પ્રજાને ઊંચે ચડાવવાની આશા રાખવી?’ આ પછી સ્વર્ગસ્થના નિકટતમ મિત્ર અને જીવનભરના સાથી શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર લખવાનું માથે લીધું