Virat Darshan (વિરાટ દર્શન)
About The Book
પૂજ્ય બાપુજી એક વિરાટ વિભૂતિ હતા. એ વિભૂતિને ચરણે, એમની છત્રછાયામાં શીતળતા અનુભવનારાઓ દેશ અને વિદેશમાં હજારો ભાઈબહેનો હશે. તેઓમાં મને પણ, હસતી, ખેલતી, કૂદતી, એક નાનકડી બાળકી જ જે વેળા હતી ત્યારે, ઈશ્વરી કૃપાએ, એ આંબાની મીઠી છાયામાં પહોંચવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. ભરઉનાળાની અસહ્ય ગરમી અને તાપથી અકળાયેલા કોઈ મુસાફરને અચાનક મીઠી મધુર કેરીઓથી લચી રહેલું શીતળ આંબાવાડિયું મળે, ત્યારે તેને એટલી ધરતી, ‘ધરતી’ નથી લાગતી, પરંતુ સ્વર્ગ જ લાગે છે. મારા નાનકડા જીવનમાં મેં તેવું ઘણું અનુભવ્યું, મેળવ્યું, અને મીઠાં મીઠાં ફળો ખાધાં. એ વિરાટ વિભૂતિ બાપુ — અને બાપુ થકી તેમના પ્રસંગોમાં આવેલી બીજી કેટલીક વ્યક્તિઓની વાતો તેમજ પ્રસંગચિત્રોનાં દર્શન અને સ્મરણ કરી કૃતાર્થ થઈએ! મનુબહેન ગાંધી