AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

Non-violence in its dynamic condition means conscious suffering. It does not mean meek submission to the will of the evil-doer, but it means putting of one's whole soul against the will of the tyrant. Working under this law of our being, it is possible for a single individual to defy the whole might of an unjust empire to save his honour, his religion, his soul and lay the foundation for that empire's fall or its regeneration. Young India, 11–8–1920

INR 200.00

INR 100.00

INR 300.00

INR 30.00

જાન્યુ. ફેબ્રુ. ૨૦૧૩માં ‘नवजीवनનો અક્ષરદેહ’ સામયિક વાટે ગાંધીસાહિત્યની વનરાજીમાં પહેલું પગલું માંડ્યું ત્યારે અણસાર સુધ્ધાં નહોતો કે એકાવનની સફર આમ જ કપાઈ જશે. આ લાગણી જેટલી સંપાદકની તેટલી જ નવજીવન મુદ્રણાલય અને પ્રકાશન મંદિર સાથે સંકળાયેલા સૌની બની રહી છે. ત્યારે ગાંધીજી જેમનાં લખાણોથી પ્રભાવિત થયા હોય અને જેઓ ગાંધીજીથી પ્રભાવિત થયા હોય—રસ્કિન, ટૉલ્સ્ટૉય, હ્યૂગો, ટાગોર, નેહરુ, ટોફલર, કા.કા., કિશોરલાલ, નરહરિ પરીખ, જુગતરામ દવે, મામાસાહેબ ફડકે, મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને નાની પાલખીવાલા— એવી અનેક વિભૂતિઓના વિચારવિશ્વને જાતે જ ખોલીને તેમના સુધી લઈ જવા પ્રેરતો 101 પુસ્તકોના પરિચયનો વિશેષાંક.....

Author(s) : Edited work

INR 50.00

‘નવજીવનનો અક્ષરદેહ’ શા માટે?: નવજીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓ તરફથી ઘણી વખત એક સૂચન કરવામાં આવતું કે નવજીવનનાં પ્રકાશનોની માહિતી નિયમિત મળી રહે એવી કોઈ વ્યવસ્થા ન ગોઠવી શકાય! સાથે સાથે નવજીવનમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટની માહિતી પણ શા માટે લોકો સુધી ન પહોંચાડવી? આ વાતને લઈને આ સામયિકનો વિચાર સ્ફુર્યો. નવજીવનનાં પ્રકાશનોની માહિતી ઉપરાંત અન્ય પ્રકાશકો દ્વારા પ્રકાશિત થતાં અને ગાંધીવિચારને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સ્પર્શતાં પુસ્તકોનો પરિચય, ગાંધીજીનાં લખાણોમાંથી સાંપ્રત ઘટનાઓમાં માર્ગદર્શક લખાણો, નવજીવનની આગામી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી... આ સામયિકમાં આપવી એવું નક્કી કર્યું છે. દર મહિને ચાલતી નવજીવનની પ્રકાશકીય ગતિવિધિઓથી અન્ય પ્રકાશકો તથા ગાંધીવિચારને વરેલા લોકો વાકેફ રહે ને ગાંધીવિચારને વધુ વેગ મળે એ જ આ મૅગેઝિનનો મુખ્ય ધ્યેય છે. આ પેજ પરથી ‘નવજીવનનો અક્ષરદેહ’નું એક વર્ષનું લવાજમ ભરીને સભ્ય બનો.

Author(s) : Edited work

INR 150.00

માનવીના શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય આહાર, હવા, પાણી અને પ્રકાશનું છે. દરેક રોગનું મૂળ અનિયમિત વિશુદ્ધ આહાર અને આદત જ છે ને દરેક રોગમાંથી મુક્ત થવાની દવા પણ આહાર અને આદત છે. હવા, પાણી, માટી, ગરમી, શ્રમ, પ્રકાશ, ઉપવાસ, પથ્ય આહાર, પ્રાર્થના, સત્સંગ, વ્યાયામ અને આરામ. જો આ કુદરત દ્વારા મળેલ ચીજોનો ઉપયોગ કરે તો શરીર કાયમ માટે સ્વસ્થ રહે છે. દાક્તર કે વૈદ્યની મદદ વિના પણ માણસ પોતાની મેળે આ પદ્ધતિને અપનાવી શકે અને તેનો લાભ લઈ શકે એટલી આ સરળ પદ્ધતિ છે. એમાં ઝાઝું ખર્ચ નથી, અને મોટાં ખર્ચાળ સાધનોની પણ જરૂર પડતી નથી. સામાન્ય માનવીને માટે નિસર્ગોપચારની પદ્ધતિ આશીર્વાદ સમાન પુરવાર થઈ ચૂકી છે. પતંજલિ યોગના સાધક, કર્મનિષ્ઠ ગાંધીજન વી. પી. ગિદવાણીજી વર્ષો સુધી સાબરમતી આશ્રમ ટ્રસ્ટના સહયોગથી નિસર્ગોપચાર ચિકિત્સા દ્વારા લોકોને પ્રયોગો દ્વારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપતા હતા. તેઓએ પોતાના સ્વાનુભવોનું આ પુસ્તક ૧૯૮૨માં લખેલું. આ પુસ્તકમાં વર્ણવેલ કુદરતી ઉપચારને લગતી માહિતી ઇત્યાદિ નિસર્ગોપચારના નિષ્ણાત સંશોધકોના અનુભવોના આધારે તારવેલ છે. એવા ઉપચાર લેખકે પોતે પણ અનેક દરદીઓ પર અજમાવી સફળતા મેળવી છે. આ પુસ્તક દ્વારા આપણે વ્યક્તિ અને સમાજને સ્વસ્થ બનાવી શકીશું, અને લોકજાગૃતિ પેદા કરી શકીશું તેવી શ્રદ્ધા છે.

Author(s) : V P Gidhawani

INR 180.00

હિંદુસ્તાનના જાહેર જીવનમાં ગળાડૂબ હતા એ કાળમાં પણ ગાંધીજીએ વ્યક્તિજીવન અને સમૂહજીવન અંગે ગહન વિચારણાઓ મહત્ત્વની ગણેલી. વ્યક્તિજીવન વિશેની ગાંધીજીની નીતિ-વિચારણામાં સંતતિનિયમનમાં એમને વિશેષ રસ પડ્યો એ જાણીતી વાત છે. પૉલ બ્યૂરો નામે ફ્રેન્ચ લેખકના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ટૉવર્ડ્ઝ મોરલ બેન્ક્રપ્ટ્સી એમના હાથમાં આવ્યો. એ દળદાર પુસ્તકને પાનેપાને એમણે સંતતિનિયમનના કૃત્રિમ ઉપાયોના વિરોધી પોતાના વિચારોનું સમર્થન જોયું. પોતાની પ્રતીતિ ચકાસવા એમણે વિપરીત મતના સાહિત્યનું પણ પરિશીલન કર્યું એ હકીકત ગાંધીજીની બધી સિદ્ધાંત-વિચારણામાં તોલનના એમના અભિગમની સાહેદી આપે છે. પોતાના એ પરિશીલનના નિચોડરૂપે યંગ ઇંડિયા અઠવાડિકમાં જુલાઈ-ઑગસ્ટ ૧૯૨૬માં આઠ લેખો લખ્યા જે ત્રણેક મહિના પછી ટૉવર્ડ્ઝ મોરલ બેન્ક્રપ્ટ્સી પુસ્તિકારૂપે બહાર પડ્યા. એમના એ જ વિષયનાં બીજાં લખાણો જોડીને તૈયાર થયેલું આ પુસ્તક—નીતિનાશને માર્ગે.

INR 50.00

INR 15.00