AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

‘નવજીવનનો અક્ષરદેહ’ શા માટે?: નવજીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓ તરફથી ઘણી વખત એક સૂચન કરવામાં આવતું કે નવજીવનનાં પ્રકાશનોની માહિતી નિયમિત મળી રહે એવી કોઈ વ્યવસ્થા ન ગોઠવી શકાય! સાથે સાથે નવજીવનમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટની માહિતી પણ શા માટે લોકો સુધી ન પહોંચાડવી? આ વાતને લઈને આ સામયિકનો વિચાર સ્ફુર્યો. નવજીવનનાં પ્રકાશનોની માહિતી ઉપરાંત અન્ય પ્રકાશકો દ્વારા પ્રકાશિત થતાં અને ગાંધીવિચારને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સ્પર્શતાં પુસ્તકોનો પરિચય, ગાંધીજીનાં લખાણોમાંથી સાંપ્રત ઘટનાઓમાં માર્ગદર્શક લખાણો, નવજીવનની આગામી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી... આ સામયિકમાં આપવી એવું નક્કી કર્યું છે. દર મહિને ચાલતી નવજીવનની પ્રકાશકીય ગતિવિધિઓથી અન્ય પ્રકાશકો તથા ગાંધીવિચારને વરેલા લોકો વાકેફ રહે ને ગાંધીવિચારને વધુ વેગ મળે એ જ આ મૅગેઝિનનો મુખ્ય ધ્યેય છે. આ પેજ પરથી ‘નવજીવનનો અક્ષરદેહ’નું એક વર્ષનું લવાજમ ભરીને સભ્ય બનો.

Author(s) : Edited work

INR 150.00

માનવીના શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય આહાર, હવા, પાણી અને પ્રકાશનું છે. દરેક રોગનું મૂળ અનિયમિત વિશુદ્ધ આહાર અને આદત જ છે ને દરેક રોગમાંથી મુક્ત થવાની દવા પણ આહાર અને આદત છે. હવા, પાણી, માટી, ગરમી, શ્રમ, પ્રકાશ, ઉપવાસ, પથ્ય આહાર, પ્રાર્થના, સત્સંગ, વ્યાયામ અને આરામ. જો આ કુદરત દ્વારા મળેલ ચીજોનો ઉપયોગ કરે તો શરીર કાયમ માટે સ્વસ્થ રહે છે. દાક્તર કે વૈદ્યની મદદ વિના પણ માણસ પોતાની મેળે આ પદ્ધતિને અપનાવી શકે અને તેનો લાભ લઈ શકે એટલી આ સરળ પદ્ધતિ છે. એમાં ઝાઝું ખર્ચ નથી, અને મોટાં ખર્ચાળ સાધનોની પણ જરૂર પડતી નથી. સામાન્ય માનવીને માટે નિસર્ગોપચારની પદ્ધતિ આશીર્વાદ સમાન પુરવાર થઈ ચૂકી છે. પતંજલિ યોગના સાધક, કર્મનિષ્ઠ ગાંધીજન વી. પી. ગિદવાણીજી વર્ષો સુધી સાબરમતી આશ્રમ ટ્રસ્ટના સહયોગથી નિસર્ગોપચાર ચિકિત્સા દ્વારા લોકોને પ્રયોગો દ્વારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપતા હતા. તેઓએ પોતાના સ્વાનુભવોનું આ પુસ્તક ૧૯૮૨માં લખેલું. આ પુસ્તકમાં વર્ણવેલ કુદરતી ઉપચારને લગતી માહિતી ઇત્યાદિ નિસર્ગોપચારના નિષ્ણાત સંશોધકોના અનુભવોના આધારે તારવેલ છે. એવા ઉપચાર લેખકે પોતે પણ અનેક દરદીઓ પર અજમાવી સફળતા મેળવી છે. આ પુસ્તક દ્વારા આપણે વ્યક્તિ અને સમાજને સ્વસ્થ બનાવી શકીશું, અને લોકજાગૃતિ પેદા કરી શકીશું તેવી શ્રદ્ધા છે.

Author(s) : V P Gidhawani

INR 180.00

હિંદુસ્તાનના જાહેર જીવનમાં ગળાડૂબ હતા એ કાળમાં પણ ગાંધીજીએ વ્યક્તિજીવન અને સમૂહજીવન અંગે ગહન વિચારણાઓ મહત્ત્વની ગણેલી. વ્યક્તિજીવન વિશેની ગાંધીજીની નીતિ-વિચારણામાં સંતતિનિયમનમાં એમને વિશેષ રસ પડ્યો એ જાણીતી વાત છે. પૉલ બ્યૂરો નામે ફ્રેન્ચ લેખકના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ટૉવર્ડ્ઝ મોરલ બેન્ક્રપ્ટ્સી એમના હાથમાં આવ્યો. એ દળદાર પુસ્તકને પાનેપાને એમણે સંતતિનિયમનના કૃત્રિમ ઉપાયોના વિરોધી પોતાના વિચારોનું સમર્થન જોયું. પોતાની પ્રતીતિ ચકાસવા એમણે વિપરીત મતના સાહિત્યનું પણ પરિશીલન કર્યું એ હકીકત ગાંધીજીની બધી સિદ્ધાંત-વિચારણામાં તોલનના એમના અભિગમની સાહેદી આપે છે. પોતાના એ પરિશીલનના નિચોડરૂપે યંગ ઇંડિયા અઠવાડિકમાં જુલાઈ-ઑગસ્ટ ૧૯૨૬માં આઠ લેખો લખ્યા જે ત્રણેક મહિના પછી ટૉવર્ડ્ઝ મોરલ બેન્ક્રપ્ટ્સી પુસ્તિકારૂપે બહાર પડ્યા. એમના એ જ વિષયનાં બીજાં લખાણો જોડીને તૈયાર થયેલું આ પુસ્તક—નીતિનાશને માર્ગે.

INR 50.00

INR 15.00

INR 200.00

INR 50.00

જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંનો ખોરાક, મજૂરી કરતાં પડેલાં કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલાં લખાણો, એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધૂમસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માન્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિમાતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દૃષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્ત્વનો તેટલો જ રમણીય છે.

૧૯૨૩—કાકાસાહેબ કાલેલકર

INR 50.00

INR 40.00