AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 14.00

INR 80.00

આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી, એ તો છૂટાંછવાયાં સંસ્મરણો જ છે. જીવનનાં મહત્ત્વનાં પરિવર્તનો કે ઊંડા અનુભવો આપવાનો અહીં ઇરાદો નથી. બાળકો અને યુવાનોના પવિત્ર સહવાસમાં જેના ઘણા દિવસો ગયા છે તે જાણે છે કે, બાળકો તેમજ યુવાનો સાથે સમભાવ કેળવવાનાં, તેમની ભૂમિકા ઉપર ઊભા રહી તેમને આગળપાછળનું જોવાની અને આત્મપરીક્ષણ કરવાની કળા શીખવવાનાં અનેક સ્વાભાવિક સાધનોમાં, પોતાના બાળપણનો નિખાલસ, નિઃસંકોચ અનુભવ રજૂ કરવો, એ વખતનાં આશા-નિરાશા, મુગ્ધ મૂંઝવણો અને કાવ્યમય પ્રસંગોનું યથાર્થ વર્ણન કરવું, પોતાના ગુણદોષ, જયપરાજય અથવા ક્ષુદ્ર અહંકાર અને સહજ સ્વાર્થત્યાગ વગેરે વસ્તુઓનો આબેહૂબ ચિતાર આપવો એ એક ઉત્તમ સાધન છે. કેમ કે, તેમ કરવાથી સાંભળનારની યુવાવસ્થાને આપણા તરફથી એક પ્રકારની સ્વીકૃતિ (રેકોગ્નિશન) મળે છે. — કાકા કાલેલકર

INR 200.00