Ahimsano Pahelo Prayog (Sankshipt Dakshin Africano Satyagrah) (અહિંસાનો પહેલો પ્રયોગ (સં. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ))
About The Book
ગાંધીજીના સત્યાગ્રહી યુદ્ધની અનોખી પદ્ધતિનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો. તેની પહેલી સામુદાયિક અજમાયશ પણ ત્યાં જ થઈ. તે પછી હિંદમાં આવીને એ શસ્ત્રનો ગાંધીજીએ વિશાળ પાયા પર પ્રયોગ કર્યો, ત્યારે પણ દક્ષિણ આફ્રિકાની એ લડતના અનુભવનું મનન અને ચિંતન તેઓ કરતા રહેતા. કેમ કે અહીંની લડત દરમ્યાન તેમને જેવા અનુભાવો થતા તેવા બધા તેમને ત્યાં થઈ ચૂક્યા હતા; ફરક માત્ર પ્રમાણનો હતો. આ રીતે અહિંસાના એ પ્રથમ પ્રયોગનું મહત્વ ઘણું છે.