Gandhijini Sankshipta Atmakatha-Gujarati (ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા)
About The Book
અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલી ગાંધીજીની ‘આત્મકથા’ તેના મૂળસ્વરૂપે અને એમનો ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ બન્નેનાં કુલ પાનાં લગભગ એક હજાર થાય છે. આ બન્ને પુસ્તકોના કથાવસ્તુને પ્રથમ વાર ટૂંકાવી ભેગાં કરીને આપવાનો પ્રયાસ કર્યો છે.... આધુનિક વાચક ગાંધીજીની ‘આત્મકથા’ સંક્ષિપ્તમાં માગે છે....મૂળગ્રંથનું સ્થાન તો આ સંક્ષેપ ન લઈ શકે. પણ એવી આશા જરૂર રાખું કે આ સંક્ષેપ વાચકમાં જિજ્ઞાસા પેદા કરશે અને તે પોતાના ફુરસદના સમયે મૂળગ્રંથોનો અભ્યાસ કરશે...આ સંક્ષેપમાં ગાંધીજીના જીવનમાં બનેલી બધી જ મહત્ત્વની ઘટનાઓ સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે, એમાં ખાસ એ બનાવો કે જેનું આધ્યાત્મિક મહત્ત્વ હોવાને કારણે એમણે આ પુસ્તકો લખ્યાં છે. - ભારતન કુમારપ્પા, સંક્ષેપકાર