Gitabodh (ગીતાબોધ)
About The Book
ગાંધીજી માટે ગીતાજી એ અતિ મહત્વનો ગ્રંથ હતો. ગાંધીજી કહે છે કે, “હું તો મારી બધી જ મુશ્કેલીઓ માં ગીતામાતા પાસે દોડી જાઉં છું ને આજ લાગી આશ્વાસન મેળવી શક્યો છું.” ગાંધીજીએ ગીતા પર કરેલ વિચારવિમર્શ, પ્રવચનો, લેખો, પત્રો, વગેરે અનેક પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત થયા છે. તે પૈકી ‘ગીતબોધ’ એ ગાંધીજીએ જેલમાંથી આશ્રમવાસીઓને એક-એક અધ્યાય સ્વરૂપે લખેલ સારનું સંકલન છે. આ પુસ્તકના કેટલાક અધ્યાય ગાંધીજીએ સન ૧૯૩૦ની જેલના દિવસોમાં અને બાકીના સન ૧૯૩૨ની જેલના સમયમાં લખ્યા છે. આ પહેલાં અગિયાર વ્રતો વિશે લખેલ પત્રો નવજીવનના ‘મંગળપ્રભાત’ પુસ્તકમાં પ્રકાશિત છે.