Maru Hindnu Darshan (મારું હિંદનું દર્શન)

Author(s): Jawaharlal Nehru
Book Weight: 1050.00 (Gram)
ISBN(13): 9788172295899
Price:

About The Book

પંડિત જવાહરલાલ નહેરૂએ અંગ્રેજી પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ ૧૯૪૪ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના જેલવાસ દરમ્યાન અહમદનગર કિલ્લાના કારાગારમાં લખ્યું હતું તેનો આ ગુજરાતી અનુવાદ નવજીવનએ ૧૯૫૧માં પ્રથમ વખત પ્રકાશિત કર્યો હતો. ‘મારું હિંદનું દર્શન’, ‘જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ અને ‘મારી જીવનકથા’ એ પંડિતજીના ભગીરથ પુરુષાર્થ, ઊંડા આત્મામંથન અને તલસ્પર્શી ચિંતનના પરિપાકરૂપ ગ્રંથો છે જેના કારણે તેમની જગતના પ્રથમ પંક્તિના લેખક અને વિચારક તરીકે નામના થઈ હતી. એક રીતે જોતાં તેમાં પંડિતજીનું સમગ્ર જીવનદર્શન પણ રજૂ થાય છે. મર્મગ્રાહી વાંચનાર જોઈ શકશે કે તેમનું એ જીવનદર્શન સર્વતોભદ્ર ગાંધી જીવનદર્શનઆ સુભગ પાસથી સારી પેઠે રંગાયેલું છે.