Nitinashne Marge (નીતિનાશને માર્ગે)

Author(s): Mahatma Gandhi
Book Weight: 65.00 (Gram)
ISBN(13): 9788172291068
Price:

About The Book

હિંદુસ્તાનના જાહેર જીવનમાં ગળાડૂબ હતા એ કાળમાં પણ ગાંધીજીએ વ્યક્તિજીવન અને સમૂહજીવન અંગે ગહન વિચારણાઓ મહત્ત્વની ગણેલી. વ્યક્તિજીવન વિશેની ગાંધીજીની નીતિ-વિચારણામાં સંતતિનિયમનમાં એમને વિશેષ રસ પડ્યો એ જાણીતી વાત છે. પૉલ બ્યૂરો નામે ફ્રેન્ચ લેખકના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ટૉવર્ડ્ઝ મોરલ બેન્ક્રપ્ટ્સી એમના હાથમાં આવ્યો. એ દળદાર પુસ્તકને પાનેપાને એમણે સંતતિનિયમનના કૃત્રિમ ઉપાયોના વિરોધી પોતાના વિચારોનું સમર્થન જોયું. પોતાની પ્રતીતિ ચકાસવા એમણે વિપરીત મતના સાહિત્યનું પણ પરિશીલન કર્યું એ હકીકત ગાંધીજીની બધી સિદ્ધાંત-વિચારણામાં તોલનના એમના અભિગમની સાહેદી આપે છે. પોતાના એ પરિશીલનના નિચોડરૂપે યંગ ઇંડિયા અઠવાડિકમાં જુલાઈ-ઑગસ્ટ ૧૯૨૬માં આઠ લેખો લખ્યા જે ત્રણેક મહિના પછી ટૉવર્ડ્ઝ મોરલ બેન્ક્રપ્ટ્સી પુસ્તિકારૂપે બહાર પડ્યા. એમના એ જ વિષયનાં બીજાં લખાણો જોડીને તૈયાર થયેલું આ પુસ્તક—નીતિનાશને માર્ગે.