Satyana Prayogo athva Atmakatha (Critical Edition) (સત્યના પ્રયોગો અથવા આત્મકથા (સમીક્ષિત આવૃત્તિ))
About The Book
ગાંધીજીની આત્મકથા વિશ્વના ઇતિહાસમાં અનેરું સ્થાન ધરાવે છે. આધુનિક ભારતમાં લખાયેલા ગ્રંથોમાંથી સૌથી અગત્યના ગ્રંથોની યાદીમાં તે અનિવાર્ય પણે મુકાય છે. ગાંધીજીના જીવન, વિચાર અને તેમના ચલણ-વલણને સમજવા માટે તે પાયાનો ગ્રંથ છે. પોતાના વિશે અત્યંત સજાગ અને સતત જાગૃત રહેવા મથતી વ્યક્તિનું આંતર જગત કેવું હોય, તેનાં ‘અંતરંગ અરિ’ કેવા હોય તે સમજવા માટે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આત્મકથા પાયાનો ગ્રંથ છે. આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા તથા બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે. ત્રિદીપ સુહૃદ