AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

લખું તો શું લખું....ગમતી વ્યક્તિને જ્યારે કાગળ લખવા બેસીએ ત્યારે મુંઝારો નહીં પણ આવી મીઠી મુંઝવણ હોય છે. પછી તો લખાય જાય છે કોરા કાગળમાં મેઘધનુષ્યના સાતે રંગો, ગ્રીષ્મના તડકામાં અરડાતી મરડાતી આંબા ડાળ પર બેસેલી કોયલ, કોઈ તળાવા કાંઠે પોયણા પર બાઝેલા પાણીનું રૂપેરી બુંદ, પારીજાતનું સુગંધ અને આકાશમાં ચોક્કસ આકારે ગમી ગયેલું કોઈ વાદળ!

દરેક પત્ર લખવાના કોઈ ચોક્કસ કારણો નથી હોતા...કેટલાક પત્રો કારણ વગર પણ લખી શકાય. આને ઉમળકો કહો કે ઉભરો પણ સફેદ પાનાઓમાં પોતાની જગ્યા એ કરી લે છે. વાંચનારો લખાયેલા બે શબ્દો વચ્ચેની જગ્યા પણ પ્રેમથી વાંચી લે છે. સામો જવાબ નહીં જાણે કે ટહુકો આવે છે. વળતો પત્ર આવશે એ અપેક્ષા નહીં ઉંડો વિશ્વાસ હોય. ખુલ્લી હથેળીમાં મુકાયેલી રાતી ચણોઠડી જેવા રૂપાળા સંબંધ. એકબીજાને કપાસના લીલાછમ ખેતરના માથે ઝીંડવામાં ફાલેલા સફેદ રૂ જેવા નાજુક સંબોધન, શંકા આશંકા કે લોક લાજ શરમનો અછડતો સ્પર્શ અને બધું મેલું!

૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં મૈત્રીપર્વના દિવસે શરુ થયેલી આ પત્રશ્રેણીનો આ પડાવ છે, મંઝિલ નહીં. મુગ્ધતાના જુદાં જુદાં વળાંક પર મળી ગયેલાં, અકારણ છૂટી ગયેલાં મિત્રોની મન કી બાતનો આલેખવાનો આ નાનકડો અમથો પ્રયાસ હતો. કોઈવાર કહેવા ચાહ્યું હશે પણ કહી નહીં શકાયું હોય, કોઈવાર સંજોગોએ કહેવા નહીં દીધું હોય, કેટલીય ઘટનાઓને શબ્દોએ સાથ નહીં આપ્યો હોય.. જે હોય એ, આ શ્રેણી માત્ર સપ્તક કે અંતરાની જ નથી પણ આપણાં સહુમાં ટમટમેલાં પણ અકાળે બુઝાઈ ગયેલાં દીવાઓની છે, આપણી પોતીકી છે.

એ જ લિ. ફરીથી કોઈ સફરમાં એકબીજાને જડી જઈશું એવી આશા સાથે, દેસાઈ શિલ્પા

Author(s) : Shilpa Desai

INR 175.00

INR 100.00

INR 75.00

INR 200.00

INR 60.00

INR 75.00

मेरी पत्नी के प्रति अपनी भावना का वर्णन यदि मैं कर सकूँ, तो ही हिन्दू धर्म के प्रति अपनी भावना का वर्णन मैं कर सकता हूँ। मेरी पत्नी मेरे अंतर को जिस प्रकार हिलाती है, उस प्रकार दुनिया की दूसरी कोई भी स्त्री उसे नहीं हिला सकती। उसके लिए ममता के एक अटूट बन्धन की भावना दिन-रात मेरे अंतर में जाग्रत रहती है। – बापू मुझे जैसा पति मिला है वैसा तो दुनिया में किसी भी स्त्री को नहीं मिला होगा। मेरे पति के कारण ही मैं सारे जगत में पूजी जाती हूँ। – बा

Author(s) : Edited work

INR 100.00

પૂ. જવાહરલાલજીએ ભારત સરકારના કેળવણીખાતા તરફથી પૂ. બાપુજીના જીવન/દર્શન અંગે વ્યાખ્યાનો આપવાનો કાર્યક્રમ મને સોંપ્યો. એ મુજબ મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને રાજસ્થાનની શાળાઓ અને મહા/વિદ્યાલયોમાં મેં વ્યાખ્યાનો આપ્યાં. એ વ્યાખ્યાનોને અંગે મારે બહોળા વિદ્યાર્થી/સમુદાયના સંપર્કમાં આવવાનું થયું. એ દરમ્યાન દરેક જગાએ વિદ્યાર્થીઓ તરફથી મારી પાસે પૂ. બાપુ અને બાના અંતિમ દિવસોની ઝાંખીનું વર્ણન આપતી પુસ્તિકાની માગણી થવા લાગી. એ માગણીને સંતોષવાના આશયથી આ નાનકડું પુસ્તક તૈયાર કર્યું છે. આશા છે કે, આથી વિદ્યાર્થી/મિત્રોને અને ગાંધી/સાહિત્યના બીજા વાચકોને પણ સંતોષ થશે. મનુબહેન ગાંધી

INR 75.00

INR 200.00